મુળીના કુંતલપુર ગામ નો ઇતિહાસ
મુળી નાં કુંતલપુર ગામનો ઈતિહાસ.
પાંચ પાંડવો અને માતા કુંતા પાંચાળમાં આવ્યા અને ગામે કુંતનપુર કુંભારના ઘરે રહ્યા તરણેતર થી ઉત્તર દિશામાં 21 km થાય ત્યારે હાલમાં હયાતી ધરાવતું તે ગામનું નામ (કાત્રોડી) છે પહેલા કુંતનપુર ગામ કહેતા હતા ત્યાં પાંડવો અને માતા કુંતા રહેતા હતા અને અત્યારે હાલમાં કાત્રોડી ગામમાં માતા કુંતા નું મંદિર બનાવેલું છે ગામ સમસ્ત આ મંદિર બનાવેલ છે તરણેતર ધામ થી
(સુંદરી ભવાની) 28 કિ.મી થાય અને તરણેતર અર્જુને મચ્છવેધ કર્યો પછી અહીં ફેરા ફરવા દે એમ નહોતું એટલે સુંદરી ભવાની જઈને ત્યાં ફેરા ફર્યા અને પાંચ પાંડવો અને દ્રોપદીની મૂર્તિઓ અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિઓ હાલમાં મોજુદ છે ને પાંડવો ફેરા ફર્યા તે ચોરીની હાલમાં નિશાની જોવા મળે છે...?આ બધી પાંડવોની નિશાની હાલમાં સુંદરી ભવાની ગામે જોવા મળશે
ઝાલાવાડ સુરેન્દ્રનગર
આપણી સંસ્કૃતિ આપનો વારસો
લેખક અક્ષર વ્યાસ લોક સાહિત્યકાર
મુ.લાખેણી તા-બોટાદ જી-ભાવનગર
અહેવાલ મહેશભાઇ થરેશા મુળી
Comments
Post a Comment