Posts

મીઠું જોખવાના કાંટાની વજનદાર વાત

 મીઠું જોખવાના કાંટાની વજનદાર વાત... અંબુ પટેલની કલમે. -------------------------------------------- ધરમી બનીને તમે જોખજો સાયેબ, ઊજળો થશે અવતાર... જ્યારે મીઠું પકવતા અગરીયા મહિલાઓએ ખારાઘોડામાં બ્રિટિશ અધિકારીઓને ચુંટલો ભરતું લોકગીત ગાયું એ વરસ અંદાજે 1923 નું હતું. આ લોકગીત મીઠું જોખવાનાં વજન કાંટાને ધ્યાનમાં લઈ અને અગરિયા મહિલાઓએ ગાયું હતું. એવું કહેવાય છે કે વસ્તુઓ તોલવાની રીત છ હજાર વરસ પહેલાં મેસોપોટેમીયા માં શોધાયેલી. પરંતુ, કચ્છના નાના રણને કાંઠે આઝાદી પહેલા ખારાઘોડામાં મીઠાનો ધમધોકાર વ્યવસાય કરતી બ્રિટિશ મીઠા કંપનીએ ઈસ.1923માં ત્રણ પોર્ટબલ વજન કાંટાની ખરીદી કરી અને છાબડા ઉપર વેગન ઉભુ રાખીને જોખી શકાય તેવો વે - બ્રિજ બનાવ્યો. આ વે બ્રિજ એ બળદગાડા ના જમાનામાં ટેકનોલોજીની ક્રાંતિ હતી. મોટાભાગે મીઠાના જથ્થાને મેજર ટેપ થી માપી ને તેના સ્ક્વેર ફૂટ ગણીને મીઠાનું વજન કાઢવાની પદ્ધતિ અમલમાં હતી. અને કચ્છ તરફ કદાચ હમણાં સુધી મીઠા ના અગરમાં એ પદ્ધતિએ મીઠાના વજનની ગણતરી કરવામાં આવતી હતી. કદાચ, આજે પણ ત્યાં એ પદ્ધતિ અમલમાં છે કે કેમ તેની જાણ નથી. ભારત સરકાર નું નમક વિભાગ પણ મેજર ટે...

મુળીના કુંતલપુર ગામ નો ઇતિહાસ

 મુળી નાં કુંતલપુર ગામનો ઈતિહાસ.  પાંચ પાંડવો અને માતા કુંતા પાંચાળમાં આવ્યા અને ગામે કુંતનપુર કુંભારના ઘરે રહ્યા તરણેતર થી ઉત્તર દિશામાં 21 km થાય ત્યારે હાલમાં હયાતી ધરાવતું તે ગામનું નામ (કાત્રોડી) છે પહેલા કુંતનપુર ગામ કહેતા હતા ત્યાં પાંડવો અને માતા કુંતા રહેતા હતા અને અત્યારે હાલમાં કાત્રોડી ગામમાં માતા કુંતા નું મંદિર બનાવેલું છે ગામ સમસ્ત આ મંદિર બનાવેલ છે તરણેતર ધામ થી  (સુંદરી ભવાની) 28 કિ.મી થાય અને તરણેતર અર્જુને મચ્છવેધ કર્યો પછી અહીં ફેરા ફરવા દે એમ નહોતું એટલે સુંદરી ભવાની જઈને ત્યાં ફેરા ફર્યા અને પાંચ પાંડવો અને દ્રોપદીની મૂર્તિઓ અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિઓ હાલમાં મોજુદ છે ને પાંડવો ફેરા ફર્યા તે ચોરીની હાલમાં નિશાની જોવા મળે છે...?આ બધી પાંડવોની નિશાની હાલમાં સુંદરી ભવાની ગામે જોવા મળશે ઝાલાવાડ સુરેન્દ્રનગર  આપણી સંસ્કૃતિ આપનો વારસો  લેખક અક્ષર વ્યાસ લોક સાહિત્યકાર  મુ.લાખેણી તા-બોટાદ જી-ભાવનગર અહેવાલ મહેશભાઇ થરેશા મુળી